Powered By Blogger

Saturday, October 13, 2012

આપનું મુખ જોઇ મનમાં થાય છે, મંદીરમાં લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન તો ઘણુંયે થાય છે પણ આંખ ખોલું છું તો સપનાં વયા જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાયછે ? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ ભલે મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય શકે છે ? દુઃખ પડે છે તેનો જેંતીલાલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે જ થાય છે. એમા ભગવાનનો વાંક શું કામ કાઢવો, જે કર્મ કરો તેનો બદલો તેવોજ પ્રાપ્ત થાય છે

No comments:

Post a Comment