Powered By Blogger

Saturday, October 13, 2012

તેં પણ ભલા કેવો ફસાવ્યોછે મને, જે નથીમારા બની શક્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છેઆપની, આપનો ઉપકાર તો છે જ,કારણ કે મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં આપને જ કરું છું સતત યાદ હું, કારણ કે મારા સુખના કાળમાંઆપે જ હસાવ્યો છે મને, કંઈ નહોતુ મારી પાસે તેમ છતાં, સૌ કોઈ મને લુંટી ગયા છે, કંઈ નહોતુ એટલે તો, મે પણલુટાવા દીધો છે મને, આમ તો હાલત અમારા બેય ની એક સરખી જ છે, મે ગુમાવ્યા છે એમને અને એમણે ગુમાવ્યો છે મને, જુઓ તો ખરા કેવા રડે છે મારા મોત પર આ લોકો, કે જેઓએ જિંદગી આખી રડાવ્યે રાખ્યો છે મને.

No comments:

Post a Comment