Powered By Blogger

Saturday, October 13, 2012

લઇ કદીય સરનામું મંદિરનું હવેમારે ભટકવું નથી, જાણીલો, ત્યાં પ્રસાદસિવાય ત્યાં કઈજ મળતું નથી. કારણકે પોલીસવાળા ધક્કા મારી બહાર કાઢે છે ને તારા દર્શન તો થતા નથી અમસ્તી થાય છે ભીડ લોકોની ત્યાં, તારા નામથી આ કતારમાં, થાય કશોટી તારી, એ પગથીયું મારેચઢવું નથી. હશે જો મન સાફ મારું, તો અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છે ઘણુ, ને દેશે જ તું,છે એવી આશ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. કળજુગ છે ને એટલે, હજી માણસ સમજ્યો છે ક્યા, માણસની ભાષા ? તારામાં લીન થાઉં, એથી વિશેષ માણસ બનવું નથી.. જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો પણ શું કરું ? એમાં હવે ખાશ કોઈ અસર રહી નથી. ઓ ભગવાન, ખામી તમારા રૂપમાંદેખાય છે હવે, પહેલાં હતી જે, એવી હવે અમારી નજર પણ રહી નથી. ગઈકાલે શું થયું હતું એનું પણ ક્યાં કશું ભાન હોય છે, આજે શું થઇ રહ્યું છે એનીય હવે તો મને કંઈ ખબર નથી! પણ કરું તોય શું કરું હું હવે, પાગલપણું આ પ્રેમનું ને તારા દર્શનનુહદ કરતાં વધી ગયું છે, અને તેથી જ તો શેરીઓમા ફરતોરહું છું. મને ખબર છે જ્યાં તારું ઘર હવે હોતું નથી. આ છૂટવાની રીત કે મિત્રોએ હવે મને કહી જ દીધું છે, શું થઇ શકે હવે, કેજ્યાં તને જ તારી કદર નથી ! આવાગમન છે બંને જગતમાં સતત, ઓ અનિલ, પૂરી જે થાય એવી જીવનની સફર હોતી નથી.

No comments:

Post a Comment